મીત્રો, જો તમે કોઇ દુકાનના માલીક હો, અને તમે નાની મોટીવસ્તુઓ વેચતા હો કે એની ડીલીવરી પણ કરવા તૈયાર હોય, તો તમારે ચોક્કસ પોતાની એક વેબસાઇટ હોવી જ જોઇએ.
આજે ઇન્ટરનેટ પર તમારી ઓળખ તમારી વેબસાઇટ થકી જ થાય છે. કદાચ એવું બની શકે કે વેબસાઇટથી તમે દેખીતી રીતે કોઇ ફાયદો ન થાય તો પણ હવે વેબ-સાઇટ હોવી તે એક સ્ટેટસનો વિષય બન્યો છે. અને ખાસ તો એટલા જ માટે કે તમારા કસ્ટમર ઇન્ટર્નેટ વાપરે જ છે, જો એ તમને ઓનલાઇન નહી જુએ અને તમારા પ્રતીસ્પર્ધીને જોશે તો, સંભવ છે તમને ખબર પણ નહી પડે કે કેમ તમને નુકશાન થઇ રહ્યુ છે.
બીજુ ખાસ અગત્યનું કારણ તો એ કે , હવે આ બધુ ખુબ જ મામુલી ખર્ચે બની શકે છે. મીત્રો તમે નહી માનો આ મારો અનુભવ છે, વિદેશના કસ્ટમરો આવી વેબસાઇટ બનાવવામાં બહુ પાવરધા છે, અને સાથે સાથે ચીંગુશ પણ, આવી કેટલીક વેબસાઇટો અમે માત્ર ૧૦૦૦૦, થી ૧૫૦૦૦રૂ માં બનાવી છે. એની સામે આપણા ગુજરાતી ભાઇઓ, ને જ્યારે વેબસાઇટની વાત કરીયે તો રૂપીયા પણ વધારે આપે અને આગ્રહ પણ ઓછો રાખે છે. આ બધુ ત્યારે જ સંભવ છે જો દરેક રીટેલર માં અને નાના મોટા દુકાનદારમાં પણ ટેકનોલોજીની જાણકારી રાખતા થાય.
હા તો આ ઇ-કોમર્સ એટલે બીજુ કશું નહી પણ તમારી એવી વેબસાઇટ કે જ્યા તમારા કસ્ટમર તમારી પ્રોડક્ટકે જોઇ શકે, બ્રાઉઝ કરીને તેના વીશે વધુ વીગતો મેળવિ શકે, અને ગમે તો ઓનલાઇન ખરીદી શકે. આ પૈસા સીધા જ તમારા ખાતામાં જમા થઇ જાય, અને બદલામાં તમારે તેમને બતાવેલા સરનામે તે પ્રોડક્ટ મોકલી દેવી. શીપીંગ. આમ તો બીજા પણ ઘણા બધા ફીચર્સ છે, જે એક દુકાનદારને મદદરૂપ થઇ શકે છે. પણ ટૂંકમાં કહુ તો હવે ઉતાવળ કરો તો સારૂ.